Google search engine
HomeGUJARATકોંગ્રેસની ચૂંટણી ની તૈયારી : અશોક ગેહલોત ગુજરાત ના પ્રવાસે

કોંગ્રેસની ચૂંટણી ની તૈયારી : અશોક ગેહલોત ગુજરાત ના પ્રવાસે

ગુજરાત વિધાનસભાના ચૂંટણી વર્ષમાં  તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને આડે પૂરા ચાર મહિના પણ બાકી રહ્યા નથી. કોંગ્રેસને આ વખતે અનેક પડકારો છે.

દર વખતે સીધા ચૂંટણી જંગને બદલે આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલવો પડે તેમ છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠક લડવાની છે. આ સિવાય પાર્ટીના અડધો ડઝન ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી અટકળો છે અને આવી શંકા ખુદ પાર્ટી પ્રભારીએ દર્શાવી છે. ‘આપ’ દ્વારા પણ પ્રચાર શરૂ કરી દેવાયો છે.

કોંગ્રેસમાં અમુક અંશે આંતરિક જુથબંધી પણ છે. આંતરિક પડકારો વચ્ચે પણ પાર્ટીએ તૈયારી જોરશોરથી આગળ ધપાવી જ છે. ગઇકાલે જ ખેડુતો-પશુપાલકોને લોન માફી, મફ્ત વીજળી, દુધ ઉત્પાદનમાં બોનસ જેવા 11 વચન જાહેર કર્યા હતા. હજુ વધુ ચૂંટણી વચનો પણ જાહેર કરનાર છે.

કોંગ્રેસે  ફરી એક વાર  ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકોઆયોજિત કરી  છે અને તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાજર રહેશે. તેઓ 16 ઓગષ્ટે મંગળવારે રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ કરી છે. છેલ્લા એકાદ મહિના દરમિયાન બે વખત તેમની હાજરીમાં મહત્વપૂર્ણ રણનીતિક બેઠક નક્કી કરવામાં આવી હતી. 16મીએ સવારે દક્ષિણ ઝોનની બેઠકોનું મંથન કર્યા બાદ બપોરે 4 વાગે હેમુ ગઢવી હોલ રાજકોટમાં સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં સૌરાષ્ટ્રની 48 સીટનો રિપોર્ટ મેળવશે.

કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વરનો બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરી ગોઠવાયો. 16થી 18 ભરચક્ક બેઠકોનું આયોજન.  પહેલા આરોગ્યને લઇને અશોક ગેહલોતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. હવે ફરી વખત ત્રણ દિવસનો પ્રવાસ ગોઠવાયો છે અને 16થી 18 ઓગષ્ટ દરમિયાન ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બેઠકો કરશે. પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું હતું કે, 16મીએ સવારે અશોક ગેહલોત સુરત આવશે. અહીં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક યોજશે. આ જ દિવસે બપોરે 4 વાગ્યે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેશે. 17મીએ મધ્ય તથા ઉતર ઝોનમાં આ પ્રકારની બેઠક કરશે. 18 ઓગસ્ટે ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાન્ડે નિયુક્ત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે. તેમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાથી તેના માપદંડ સહિતના રણનીતિક નિર્ણયો લેવામાં આવશે તેવી શક્યતા છે. રાજકોટની મંગળવારની બેઠકમાં સૌરાષ્ટ્રભરના શહેર-જિલ્લા પ્રમુખો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, નિરીક્ષકો-પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે.

બપોરે 4 વાગ્યે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાશે. ગેહલોતની ગેરહાજરીમાં છેલ્લી બેઠકમાં સંસદીય મતક્ષેત્ર દીઠ નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને પોત પોતાના જિલ્લામાં ત્રણ દિવસ કેમ્પ કરીને રાજકીય પરિસ્થિતિ-માહોલનો તાગ મેળવવા કહેવામાં આવ્યું હતું. રાજકોટની જવાબદારી રાજસ્થાનના ખાણ ખનીજ મંત્રી પ્રમોદ જૈન હસ્તક છે. તેઓ શહેર-જિલ્લામાં અલગ અલગ બેઠકો કરી હતી. આગેવાનોને રૂબરૂ મળ્યા હતા અને રાજકીય માહોલની જાણકારી મેળવી હતી.

લોકસભા મતક્ષેત્ર દીઠ 3-3 દિવસ સુધી માહોલ-સ્થિતિનો સર્વે કરનારા નિરીક્ષકોના રિપોર્ટની સમીક્ષા અને રણનીતિ ઘડાશે. સુત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના જુદા જુદા સંસદીય મતક્ષેત્રો હેઠળની વિધાનસભા બેઠકોનો રિપોર્ટ નિરીક્ષકોએ તૈયાર કર્યો છે કે અશોક ગેહલોત મેળવશે. તેના આધારે સૌરાષ્ટ્ર ઝોન બેઠકમાં સમીક્ષા કરીને આગેવાનોને માર્ગદર્શન આપશે રાજકોટની જેમ તમામ ઝોન બેઠકમાં સમાન એજન્ડા રાખવામાં આવ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવે તેવા નિર્દેશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments