Google search engine
HomeGUJARATAHMEDABADકોંગ્રેસ: અમદાવાદમા બેઠક , એક સાંધે ત્યાં તેર તૂટતા કોંગ્રેસ એક્શન માં

કોંગ્રેસ: અમદાવાદમા બેઠક , એક સાંધે ત્યાં તેર તૂટતા કોંગ્રેસ એક્શન માં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ  આપ પાર્ટી ના અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે અવાર નવાર આવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એવી થઈ ગઈ છે. ગઈકાલે કોંગ્રેસ સાથે સતત 40 વર્ષથી સંકળાયેલા દિગ્ગજ નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસ નો હાથ છોડી કેસરીયો ધારણ કર્યો. ત્યારે કોંગ્રેસ એક્શન માં આવી છે.

આજે અમદાવાદમાં ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં અમદાવાદમાં એક બેઠક મળશે.આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 125 ના લક્ષ્યાંકને પાર પાડવા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક મળવાની છે. આ બેઠકમાં છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા ખાસ હાજરી આપશે.આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.તેમજ સંકલન વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પધારેલા ટી.એસ. સિંહદેવે જણાવ્યુ હતું કે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના વતની હોવા છતાં હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં ગુજરાત 20માં ક્રમે હોવું તે ગંભીર બાબત છે.આજે યોજનારી કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે.ઉપરાંત લોકસભા બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે.ગુજરાતના સિનિયર નેતાઓ કે જેમને 26 લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે તેઓ પણ હાજરી આપશે AICCએ નિમેલા 26 નિરીક્ષકો રાજસ્થાન અને છત્તીસગઢ સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.જેમાં વિધાનસભાની 182 બેઠક પરની  સ્થિતિનો તાગ મેળવી તેનો અહેવાલ અને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

ભરતસિંહનું પુનરાગમન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 3 જૂને રાજકીય વનવાસની જાહેરાત કરી હતી. અને હવે  3 જુલાઇથી એટલે કે 60 દિવસ પછી ફરી રાજકારણમાં સક્રિય થયા છે. કોંગ્રેસને કયાંક કાચું કપાશે તેવું લાગી રહ્યું છે.  તેથી ભરતસિંહને મેદાન માં ઉતારવામાં આવ્યા છે. તેમની સક્રિય કરવા પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપવામાં ઉતાવળ કરતા અને કોંગ્રેસને કયાંક કાચું કપાશે તેવું જણાતા છેવટે ભરતસિંહ મેદાનમાં આવ્યા છે. પ્રથમ દિવસે આણંદમાં કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ સાથે વાટાઘાટો કર્યા બાદ તેમણે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે પણ હાજરી આપી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments