મોટા ભાગના લોકો પોઝિટિવ આવ્યાના શરૂઆતના બે ત્રણ દિવસમાં જ આ ઇન્જેક્શન લઈને નિશ્ચિંત બની જવાનો સંતોષ લઈ રહ્યા છે. તો બીજી બાજુ ડોક્ટરોનો એવો મત પણ છે કે ઓમિક્રોનના કેસમાં તેની કોઈ અસર થતી નથી. આ વિશે એક ડોક્ટરને પૂછતાં તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે, આ થેરપી પોઝિટિવ આવ્યાના પહેલા બે ત્રણ દિવસમાં લેવા માટે અમે એડવાઈઝ કરીએ છીએ. સામાન્ય રીતે માઈલ્ડ કે મોડરેટ ચેપ હોય તો તેની સલાહ અપાય છે. હાઈ રિસ્ક કેટેગરીમાં તે આપવાની સલાહ નથી અપાતી. અમને એ પણ જાણવા મળ્યું છે કે ઓમિક્રોન હોય તો તે અસર કરતું નથી. એક વીક પહેલાં અમદાવાદમાં એક જાણીતા ડોક્ટરના પુત્રનાં લગ્ન માટે જેસલમેરમાં ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ હતી. જેમાં આશરે ૨૦૦ લોકો ગયા હતા. આ પાર્ટીમાંથી પરત આવ્યા પછી ૧૦૦ જેટલા લોકોને કોવિડ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી કેટલાકે મોનોક્લોનલ કોકટેલ થેરપી લીધી હતી.
અમદાવાદના એક ડોક્ટરે જણાવ્યું હતું કે બીજી લહેર વખતે આ કોકટેલની હજુ શરૂઆત હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સૌરવ ગાંગુલીએ પણ આ થેરપી લીધી હતી ત્યારે ચર્ચા જાગી હતી. હવે તેની જાણ લોકોને થઈ રહી છે. જાેકે તે મોંઘી હોઈ હાલમાં અમદાવાદમાં પૈસાદાર લોકો જ તેને લઈ રહ્યા છે. તેનો એટલો ટ્રેન્ડ છે કે લોકો કોવિડ પોઝિટિવ આવતા સામેથી ડોકટરને તે આપવાનું કહે છે. તેમાં બે ૧૦ મિલી વાયલનો સેટ આવે છે જેમાંથી ૨ ડોઝ આપી શકાય છે. બંને વાયલમાંથી ૫-૫ મિલી ઇન્જેક્શનમાં ભરીને સેલાઈનમાં અપાઈ રહ્યું છે. તેને ખોલ્યા પછી ૩૬ કલાકમાં તે એક્સપાયર થઈ જાય છે.
હાલમાં ગુજરાતમાં લોકો કોકટેલ વાઈલ્ડ ફાયરની જેમ યુઝ કરી રહ્યા છે. આ ઇન્જેક્શન દરેકે લેવાની જરૂર નથી. ભારતમાં જે ઇન્જેક્શન ઉપલબ્ધ છે તે માત્ર ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને બીજા કેટલાક વેરિયેન્ટ માટે અસરકારક છે. ૬૫ વર્ષથી ઉપર કે હાઈ ડાયાબિટીસવાળા, કિડની કે કેન્સર જેવા દર્દી માટે તે આપી શકાય જેથી તેમનાં મૃત્યુ કે ૈંઝ્રેં ભરતીની શક્યતા ઘટી શકે. સામાન્ય વ્યક્તિએ તેની લેવાની કોઈ જરૂર નથી. માટે ખોટા હજારો રૂપિયાનો ખર્ચ ન કરવો જાેઈએ. કોવિડની ત્રીજી લહેરની શરૂઆતની સાથે જ ગુજરાતમાં લોકો હવે ફરીથી તેનાથી બચવા માટે તકેદારી લઈ રહ્યા છે.
જાેકે આ વચ્ચે જાણવા મળ્યું છે કે અમદાવાદની હાઇ સોસાયટીમાં હાલમાં કોવિડ પોઝિટિવ આવ્યા બાદ મોનોક્લોનલ કોકટેલ એન્ટિ બોડી થેરપીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બે ડ્રગ ભેગી કરીને સેલાઈન સાથે અપાતી આ થેરેપીમાં ૧૦ મિલીના એક ડોઝ માટે ડૉક્ટરો અને હોસ્પિટલો ૭૦ હજારથી સવા લાખ સુધીનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે.