કોરોનાના 2 વર્ષ બાદ સરકાર કોરોનાની કોલર ટ્યુન દૂર કરશે

0
284
Coronas-caller-tune

કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ સાવચેતી રાખવા અને અન્ય લોકોને પણ બચાવવાનો પ્રયાસ હતો. આમાં એક પ્રયાસ કોરોનાની કોલર ટ્યુનનો છે. જ્યારે આપણે અન્ય વ્યક્તિને ફોન કરીએ છીએ ત્યારે ત્યાંથી પ્રિ-કોલ ઓડિયો સંભળાય છે. આ ઓડિયોમાં જણાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે તમારી જાતને અને અન્ય લોકોને કોરોના વાયરસથી બચાવી શકો છો. જેમાં સાવચેતી વિશે માહિતી આપવામાં આવી છે.માહિતી મહત્વની પ્રદાન કરાઈ રહી છે પરંતુ જાે તમે લોકોને પૂછો તો તેઓ કહે છે કે તેઓ આનાથી કંટાળી ગયા છે અને દરેક વખતે એક જ વાત સાંભળવા મળે છે. જાે તમે ફોનને ઇમરજન્સીમાં કરવા માંગતા હોય તો પણ સંપૂર્ણ ઑડિયો વગાડ્યા પછી જ તેની રિંગ વાગે છે.

હવે સરકાર આ અવરોધ દૂર કરવા જઈ રહી છે. પ્રિકોલ ઓડિયો બહુ જલ્દી બંધ થવા જઈ રહ્યો છે.સરકારના નિર્દેશો પર ટેલિકોમ ઓપરેટરો આ પ્રિ-કોલ ઓડિયોને સંભળાવે છે. ‘ઁ્‌ૈં’ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૨ વર્ષ સુધી કોવિડ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ સરકાર કોરોનાની કોલર ટ્યુન બંધ કરવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે આ કોલર ટ્યુને તેનું કામ સારી રીતે પૂર્ણ કર્યું છે અને ઈમરજન્સીમાં આ ઓડિયોના કારણે કોલ વિલંબિત થાય છે. આથી આ ધૂન દૂર કરવાની વિચારણા ચાલી રહી છે. ટેલિકોમ વિભાગે આ સંબંધમાં આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને કોરોના સંબંધિત કોલર ટ્યુન અને પ્રિ-કોલ ઓડિયો બંધ કરવાની ભલામણ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આને રોકવાની માંગ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને મોબાઈલ ગ્રાહકો દ્વારા પણ કરવામાં આવી છે. સૂત્રએ જણાવ્યું કે, રોગચાળાની સ્થિતિ સુધરી રહી છે તે જાેતાં આરોગ્ય મંત્રાલય આ ઓડિયો ક્લિપને હટાવવાનું વિચારી રહ્યું છે.

આ સિવાય કોવિડ સામે લોકોમાં જાગૃતિ લાવવાના ઘણા અભિયાનો પહેલાની જેમ ચાલુ રહેશે. ફોનની રીંગ વાગે તે પહેલા કોરોનાની કોલર ટ્યુન સેટ કરવાની આરોગ્ય મંત્રાલયની સૂચના પર, ર્ડ્ઢ્‌ એ તમામ ટેલિકોમ ઓપરેટરોને આપી હતી. કોલર ટ્યુન અને પ્રી-કોલ ઓડિયોમાં કોરોના સામે સાવચેતી રાખવા અને સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ૨૧ મહિનામાં, આ સેવાએ તેની ભૂમિકા સારી રીતે ભજવી છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં તેની સંપૂર્ણ સેવા આપી છે. ર્ડ્ઢ્‌ એ આરોગ્ય મંત્રાલયને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે પ્રિ-કોલ ઓડિયો ઈમરજન્સીમાં કોલ કરવામાં વિલંબ કરે છે કારણ કે ઓડિયો સંપૂર્ણ રીતે પ્લે થયા પછી જ તે વાગે છે. આ ઓડિયોને કારણે બેન્ડવિડ્‌થ સંસાધનોની કિંમત પણ વધી જાય છે. આનાથી ટેલિકોમ ઓપરેટર્સના નેટવર્ક પર ઓવરલોડ વધે છે જેના કારણે કોલિંગમાં વિલંબ થાય છે.

આનાથી ગ્રાહકો પણ હેરાન થાય છે કારણ કે તેઓને ઉતાવળમાં ફોન કરવો પડે છે જ્યારે ઓડિયો પહેલા ત્યાંથી વાગે છે. ગ્રાહકોએ આ અંગે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સને ફરિયાદ કરી છે. આ ઑડિયોને રિંગ બેક ટોન પણ કહેવામાં આવે છે. ઇ્‌ૈં દ્વારા રિંગ બેક ટોન સામે ઘણી ફરિયાદો કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here