કોરોનાનું વાવાઝોડુ ઝડપથી દેશ તરફ આગળ વધી રહ્યું છે :- ઇઝરાયલ વડાપ્રધાન

0
344

ઇઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટે ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં દેશમાં એક દિવસમાં કોરોનાના હજારો નવા કેસ નોંધાશે. તેમણે કહ્યું કે ગયા જુલાઈથી દેશની ૯.૩ મિલિયન વસ્તી માટે ૪.૨ મિલિયનથી વધુ કોરોના વાયરસના બૂસ્ટર ડોઝ અપાઇ ગયા બાદ કોરોનાનું વાવાઝોડું ઝડપથી દેશ તરફ આગળ વધી રહ્યું છે.

ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે ના તો દુનિયા અને ના તો આપણે જાણીએ છીએ કે દરરોજ કેટલા કોરોના દર્દીઓ જાેવા મળશે. તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય સૌથી વધુ નબળા લોકોનું રક્ષણ કરતા અર્થવ્યવસ્થાને બચાવવાનો પણ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા બે સપ્તાહમાં ઈઝરાયલમાં દરરોજ લગભગ ૭૦૦ કેસ મળી રહ્યા હતા, રવિવારના રોજ વધીને ૪૦૦૦થી વધુ થઈ ગયા છે. ઈઝરાયલમાં કોરોનાથી લગભગ ૮૨૪૪ મોત થયા છે.

વિશ્વભરના દેશો હવે કોરોના સંક્રમણથી ડરી ગયા છે. સ્થિતિ એવી છે કે જ્યાં અમેરિકાએ કહ્યું છે કે કોરોનાના કેસ એટલા વધી જશે કે હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. તો ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે કોરોનાનું તોફાન ખૂબ જ ઝડપથી દેશ તરફ આગળ વધી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here