કોરોનામાં મૃત્યુ સહાયમાં વધારો કરવાની માંગ સાથે પાટણ શહેર અને તાલુકા કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

0
388

પાટણ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાની સહાયની જગ્યાએ ૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવા માંગ કરી હતી. ઉપરાંત કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના મેડીકલ બિલ્સની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે શહેરના કનસડા દરવાજાથી મામલતદાર કચેરી સુધી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની વિવિધ નિષ્ફળતાના બેનરો સાથે પદયાત્રા યોજી પાટણ શહેર અને જિલ્લા તાલુકાના આગેવાનો સાથે પાટણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પાટણ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોના પરિવારોને રૂપિયા ૫૦ હજારની જગ્યાએ રૂપિયા ૪ લાખની સહાય આપવા માંગ કરી હતી.જેના પગલે વિવિધ નિષ્ફળતાના બેનરો સાથે પદયાત્રા કરી તેમણે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here