ખાતરમાં ભાવ વધારો નાંખીને ખેડુતોને આર્થિક નુકશાન પહોંચાડ્યું : કોંગ્રેસ

0
509
ખાતરમાં ભાવ વધારો

સરકારમાં કોઈ પ્રકારનો અંકુશ ન હોય તેમ છેલ્લા સાત વર્ષમાં ખેત ઉત્પાદન માટે ઉપયોગી વસ્તુમાં ભાવ ચારથી પાંચ ગણા વધ્યા છે. જ્યારે ખેડૂતોની જણસના ભાવ તેમના તેમજ રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ઉત્પાદન ખર્ચ બમણો થઇ ગયો છે. છેલ્લા એક-દોઢ વર્ષમાં રાસાયણિક ખાતરના ભાવ ચારથી પાંચ વખત વધ્યા છે. જેના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે. ખાતરનો ભાવ વધારો ખેડૂતોને આવક બમણી નહીં પરંતુ અડધી કરશે. સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે પોરબંદર કોંગ્રેસે રોષ ભેર રજુઆત કરી છે.પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા અને રામદે મોઢવાડીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ભાજપની સરકારે તાજેતરમાં ડીએપી ખાતરના ૧૫૦ રૂપિયા અને પી કે ખાતરમાં ૨૮૫ રૂપિયાનો અસહ્ય ભાવવધારો કર્યો છે. મોંઘવારીના સમયમાં ખાતરમાં ભાવ વધારો કર્યો હોવાના કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન પહોંચી રહ્યું છે.ડી એ પી ખાતરનું નવો ભાવ ૧૩૫ॅ રૂપિયા અને એન પી કે ખાતરનો નવો ભાવ ૧૪૭૦ રૂપિયા થઈ ગયો છે. ખાતર, દવા, બિયારણ ડીઝલ અને ખેત ઓજારો વગેરેના ભાવ દિવસેને દિવસે વધી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here