ખેડાના કાકરખાડને અલીન્દ્રામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

0
910
1.38 lakh worth of foreign liquor seized

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળેથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કઠલાલના કાકરખાડમાં અને અલીન્દ્રા થી ભરવાડપુરા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ઝડપ્યો હતો. આ બંને બનાવોમાં બે વ્યક્તિઓ ઝડપાયા હતા. જ્યારે એક વ્યક્તિ મળી આવ્યો નથી. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કઠલાલના કાકરખાડમાં આવેલ બળીયાદેવ મહારાજવાળા ફળીયામાં બાતમી આધારે દરોડો પાડ્યો હતો. જેમાં જયંતિભાઇ ડાભીના ઘરની ઝડતી તપાસ કરી હતી. પોલીસ ટીમે તલાસી લેતા મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ટીમે વિદેશી દારૂની ૪૧ પેટી બોટલ નંગ-૩૨૮ કિ રૂ ૧,૩૧,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

આ અંગે ઝડપાયેલ જયંતિભાઇ ડાભીની પૂછપરછ કરતા પીન્ટુ રમણભાઇ ડાભી લાવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે ચકલાસી સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારે અલીન્દ્રા થી ભરવાડપુરા તરફ જવાના રસ્તે એક મોટર સાયકલને ઝડપી પાડયો હતો. પોલીસ ટીમ તેની પાસે રહેલ પ્લાસ્ટીકના મીણીયા ની થેલી ની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલ નંગ-૧૫૫ કિ રૂ ૨૦, ૩૦૦, બીયરના ટીન નંગ-૭૨ કિ રૂ ૭, ૨૦૦ , મોટર સાયકલ કિ રૂ ૨૫, ૦૦૦ એમ મળી કુલ રૂ ૭૨, ૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here