જિલ્લામાં ઓ.એન.જી.સી સહિતની પટ્રોલિયમ કંપનીઓની પાઇપ લાઇનમાં કાણાં પાડીને થતી ઓઇલ ચોરી અટકાવવા જિલ્લાની એસ.ઓ.જી.ની ટીમની કામગીરી કરી અનેક ગુનાના ભેદ ઉકેલ્યા હોવાથી અમદાવાદની હોટલ ખાતે ઓ.એન.જી.સી., હિન્દુસ્તાન પટ્રોલિયમ વગેરે ઓઇલ કંપનીઓ દ્વારા 8 એપ્રિલના રોજ યોજાયેલ 47 મી તટવર્તી સુરક્ષા સમન્વય સમિતિની બેઠક મળી હતી.મહેસાણા એસઓજીના પીઆઇ ભાવેશ રાઠોડ, ત્રણ પીએસઆઇ વી.એન. રાઠોડ, એસ.આર.ચૌધરી અને હાલમાં ખેરાલુમાં ઇ. પીઆઇનો ચાર્જ સંભાળી રહેલા પીએસઆઇ એ.યુ. રોઝ વગેરેની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
ઓ.એન.જી.સી.ના સિક્યુરીટી વિભાગના એક્ઝયુકેટીવ ડાયરેક્ટર બલજીતસિંહ અને એમ.ડી. વિપુલ અગ્રવાલે ડીજીપી આશિષ ભાટીયાની હાજરીમાં એસ.ઓ.જી.ની પુરી ટીમને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.
Source – divya bhaskar