ખેરાલુના ઈન્ચાર્જ પીઆઈ શ્રી એ.યુ રોઝને મળ્યો એવોર્ડ

0
400

રાજ્ય પોલીસવડાના હસ્તે એવોર્ડ એનાયત

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યું સમ્માન

OSCC તરફથી કરાયા સમ્માનિત

SOG માં PSI તરીકે ફરજ બજાવતા અને હાલ મહેસાણાના ખેરાલુ ખાતે પીઆઈનો ચાર્જ સંભાળી રહેલા શ્રી એ.યુ રોઝને કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી માટે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ખાસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવતા ખેરાલુ નગરપાલીકાના પ્રમુખ હેમંતભાઈ શુક્લ , અજયભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ,કોર્પોરેટર ગોવિંદભાઈ પ્રજાપતિ, તપન દેસાઈ, રાકેશ દેસાઈ, જેઠાભાઈ , સહિત ખેરાલુના પત્રકાર જીતેન્દ્ર પંડ્યા, હાર્દિક બારોટ,ફારૂક મેમણ,મનોજ ઠાકોર વગેરેએ એ.યુ રોઝ સાહેબની મુલાકાત લઈ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.
ખેરાલુમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SOG PSI રોઝ સાહેબની ખાસ નિમણુંક કરવામાં આવી છે અને તેમની નિમણુંક પછી ખેરાલુ શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખૂબ જ સારા પ્રમાણમાં સુધરી જવા પામી છે અને ખેરાલુ શહેરમાં એ.યુ રોઝ સાહેબે પોતાની એક અલગ જ છાપ છોડી દીધી છે.
એ.યુ. રોઝ સાહેબની નિમણુંક પછી અસમાજીક તત્વો અને શાંતિ ડહોળતા તત્વો જાણે ગાયબ જ થઈ જવા પામ્યા છે. પોતાની કામ કરવાની રીતના લીધે ખેરાલુની જનતામાં પણ એ.યુ. રોઝ સારા એવા લોકપ્રિય બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here