ખેરાલુ તાલુકાના વિઠોડા ગામ ખાતે કર્યુ અનાવરણ
આજે દેશભરમાં ઉજવાય રહી છે બાબા સાહેબની જયંતિ.
આજે ૧૪ એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ આંબેડકરની જયંતિ ઉજવાય રહી છે ત્યારે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય અજમલજી ઠાકોરે ખેરાલુ તાલુકાના વિઠોડા ગામે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. અનાવરણ પ્રસંગે ખેરાલુ શહેર તેમજ તાલુકાના કાર્યકરો તેમજ સામાજીક કાર્યકરો હાજર રહ્યા હતા અને ધારાસભ્યના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.