ખેરાલુની ખાતે 15 થી 18 વર્ષના કિશોરોનું વેક્સીનેશન કરાયું.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો પોતાનો પહેલો ડોઝ

0
423

સ્વઃ શાંતાબા શાંતિલાલ શાહ વિદ્યા સંકુલ (મ્યુનિસિપલ હાઈસ્કુલ) ખાતે 15 થી 18 વર્ષના કિશોરોનું વેક્સીનેશન કરાયું.

ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ.

ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. કલ્પેશ પટેલ તથા સ્ટાફની સરાહનીય કામગીરી

સ્વ શાંતાબા શાંતિલાલ શાહ વિદ્યાસંકુલ ખેરાલુ ખાતે આજરોજ 15 થી 18 વર્ષના કિશોરોનો વેક્સીનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ જોશભેર હાજરી આપી પોતાનો પહેલો ડોઝ લીધો હતો. ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર શ્રી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજથી શરૂ થયેલા બાળકોના વેક્સીનેશન માટે આજે અમારા સ્ટાફ દ્વારા પુરતી તૈયારી કરી લેવામાં આવી છે અને પુરતા પ્રમાણમાં વેક્સીનના ડોઝનો જથ્થો પણ ઉપલબ્ધ છે. મોડી સાંજ સુધી ચાલનારા આ કેમ્પમાં શક્ય એટલા બાળકોને વધુમાં વધું આવરી લેવાશે અને જે બાળકો આજે હાજર રહી શકેલ નથી તેમને અને તેમના માતા પિતાને વેક્સીનેશન પ્રત્યે માર્ગદર્શન આપી બાળકોને વેક્સીન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

વેક્સીન લીધેલ કિશોરોનો અભિપ્રાય પુછતા એમણે પણ વેક્સીનના ફાયદા જણાવી વધુમાં વધું વિદ્યાર્થીઓ વેક્સીન લે એવી અપીલ પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષના કિશોરોને વેક્સીનેટેડ કરી કોરોનાથી સુરક્ષિત કરવાના નિર્ણયની ચારેબાજું પ્રશંસા થઈ રહી છે અને 15 થી 18 વર્ષના કિશોરો તેમજ વાલીઓમાં પણ વેક્સીનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહેવાલ : -રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here