પ્રિન્સીપાલ કેશુભાઈ દેસાઈ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી તેમજ મીડિયા કર્મચારીનું શાલ ઓઢાડી કરાયું સમ્માન..
લાયકાત ધરાવતા 72 વિદ્યાર્થીઓને અપાયો કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ..
આજ રોજ ખેરાલુમાં આવેલી મેનાબા જી.જે પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કુલ ખાતે 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ કરાયું હતું જેમાં રસી માટે પાત્રતા ધરાવતા 72 વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં હાઈસ્કુલના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ કેશુભાઈ દેસાઈ દ્વારા ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, કર્મચારી તેમજ મીડિયાના કર્મચારીઓનું શાલ ઓઢાડી સમ્માન કરાયું હતું. ત્યારબાદ કિશોરોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને કોરોના વિરોધી રસી અપાય હતી.
રસી લીધા બાદ વિદ્યાર્થીનીએ પોતાનો અભિપ્રાય પણ રજુ કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સીપાલ કેશુભાઈ દેસાઈએ કેન્દ્ર સરકાર તેમજ ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કરી દેશમાંથી કોરોનાને ખતમ કરવાના મહા અભિયાનમાં પોતાનો સહયોગ આપી કોરોનાનો જલ્દીથી નાશ થાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા મેનાબા જી.જે પટલે હાઈસ્કુલના અશોકભાઈ પ્રજાપતિ,ફાલ્ગુનીબેન ત્રિવેદી , તેજલબેન દેસાઈ તેમજ સમગ્ર સ્ટાફે પોતાનો સહયોગ તેમજ સમય આપ્યો હતો….
રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ