આજ રોજ ખેરાલુમાં શિશુમંદિરમાં માતૃ- પિતૃ દિવસનીઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં જયારે શાળા કોલેજોમં વિદેશી ક્લ્ચરને આધીન અવનવા ડે ઉજવવાની પ્રથા ચાલી રહી છે અને આ માહોલ સતત ધીરે ધીરે સમાજ અને ઘર સુધી વિસ્તરતો રહ્યો છે પરિણામ સ્વરૂપ ઘરપરિવાર તથા સમાજમાં જે વિકૃતિઓ ઉજાગર થઇ રહી છે. સુરતમં એકાતરફી પ્રેમમાં દીકરીને સરેઆમ રહેંસી નાખવામાં આવે છે રાજકોટમાં પ્રોફેસર પોતાની માતાને ચોથા માળેથી ધક્કો મારી હત્યા કરવામાં આવે છે.આમ અત્યારે મુલ્ય નિષ્ઠ શિક્ષણ અત્યારે અભાવ જોવા મળે છે ત્યારે આવા માહોલમાં શિક્ષણની સાથે સંસ્કાર સાત્વિકતા સંયમ નૈતિકતા અને રાષ્ટ્રભકતિ ઉજાગર થાય તે હેતુથી ખેરાલુ શિશુમંદિર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમં સંસ્થાના સેક્રટરી શ્રી જસ્મીનભાઇ દેવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. સંસ્થાના પ્રધાનાચાર્ય ભાર્ગવીબેનના માર્ગદર્શન નીચે સંયોજક શ્રી વસંતભાઇ મહેતા અને સહ-સંયોજક શ્રીમતી મીતલબેન રાવલે આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં તમામ આચાર્યશ્રીઓનો સહયોગ મળ્યો હતો. આ પર્સંગે વાલીઓ અને વિધાર્થીઓ ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
અહેવાલ : રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ