9 આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો જેમાં અગાઉ 7 ઝડપાયા
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ પંથકમાં છ માસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાની ઘટના બની હતી. જે કેસમાં નાસ્તો ફરતા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ઝડપાયો હતો. આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેરાલુમાં આવેલા એક આંગડિયા કર્મચારી પાસેથી છ એક માસ અગાઉ કુલ 12 લાખના મુદ્દામાલની લૂંટ આચરી હતી. જે કેસમાં સંડોવાયેલો 9 જેટલા આરોપી પૈકી 7 આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે જેતે સમયે દબોચી લીધા હતા અને ગુનામાં સંડોવાયેલો સથવારા મોનટુ કમલેશને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.
લૂંટ કેસમાં નાસતા ફરતા આરોપી અંગે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી હતી કે, સથવારા મોન્ટુ ખેરાલુ વૃંદાવન ચોકડી પાસે ઉભો છે. બાતમીના આધારે ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી અગાઉ પણ બે લૂંટના ગુનામાં ફરાર હતો. તપાસ દરમિયાન આરોપીને કરેલ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ખેરાલુ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.