ખેરાલુ કોલેજમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ
ખેરાલુ કોલેજના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ યોજાય છે. સંસ્કૃતએ ભારતની પ્રાચીન ભાષા છે તેને દેવવાણી પણ કહેવાય છે. અનેક ભાષાઓના મૂળ ચેક સંસ્કૃત સુધી ફેલાયેલા જોવા મળે છે.
કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા દર વર્ષ ની જેમ આજે સંસ્કૃત ગૌરવ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. રઘુભાઈ પટેલ અને પ્રો. શીતલબેન મિસ્ત્રીએ ખુબ સુંદર આયોજન કરીને પરીક્ષા નું સંચાલન કર્યું હતું. પ્રિ. ડો. બાબુભાઈ ચૌધરીએ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ઓને અભિનંદન પાઠવ્યા હતા
રોનિત બારોટ/ હાર્દિક બારોટ ખેરાલુ