ખેરાલુ ખાતે દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેનનો સત્કાર સમ્માન કાર્યક્રમ યોજાયો..

0
188

ચૌધરી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત..

ખેરાલુમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દુધ સાગર ડેરી મહેસાણાના પૂર્વ ચેરમેનનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો.વિપુલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર વાઇસ ચેરમેન મોઘજીભાઈ ખાસ હાજર રહ્યા હતા.

કોર્ટ દ્વારા ક્લીનચીટ અપાતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને સમારોહની ખુશી બેવડાય ગઈ હતી..
ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો પણ કર્યો હતા.તે ઉપરાંત ખેરાલુ તાલુકામાં ચાલી રહેલી પાણીની સમસ્યાને પણ ઉજાગર કરવામાં આવી હતી અને ખેડુતોને પડતી મુશ્કેલી વિશે પણ સરકાર પર પ્રહાર કરી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અપીલ કરી હતી.
સન્માન સમારોહમાં ખેરાલુ શહેર તેમજ તાલુકાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વિપુલભાઈ ચૌધરી, મોઘજીભાઈ અને આશાબેન ઠાકોરના સન્માન સમારોહને રાજકીય ગલીયારામાં વિપુલભાઈ ચૌધરીના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે…

ખેરાલુ કોલેજના મેદાનમાં યોજવામાં આવેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here