ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરે પોતાના મત વિસ્તારના લોકો માટે એક નવિન અભિગમ શરૂ કર્યો છે. ધારાસભ્યએ એક વ્હોટ્સએપ નંબર જાહેર કરીને પોતાના મત વિસ્તારના લોકો પાસે જાહેર પ્રશ્નો અને અંગત સુચનો મંગાવ્યા છે જેની ખેરાલુ શહેર તેમજ તાલુકામાં પ્રશંસા થઈ રહી છે. ધારાસભ્ય અજમલજી ઠાકોરે પોતાના ફેસબુક પેજ પર એક નંબર જાહેર કરી લોકો પાસે થી જાહેર પ્રશ્નો અને અંગત સુચનો મંગાવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્યના આ નવિન અભિગમને ખેરાલુ વિધાનસભાની જનતા કેવો પ્રતિસાદ આપે છે અને આવેલા પ્રશ્નો તેમજ સુચનોનો કેટલો અમલ ધારાસભ્ય અજમલજી ઠાકોર કરી શકે છે.
અહેવાલ : રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ