ખેરાલુ શહેર ભાજપ યુવામોર્ચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

0
166

ખેરાલુ શહેર ભાજપ યુવામોર્ચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ખેરાલુની દોતોર હોસ્પિટલ ખાતે કરાયું રક્તદાનનું આયોજન .

ખેરાલુ શહેર ભાજપ યુવામોર્ચા દ્વારા આજરોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે ખેરાલુમાં આવેલી દોતોર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ યુવામોર્ચાના શુભમ પટેલ, તાલુકા યુવા મોર્ચા પ્રમુખ વિકાસ ચૌધરી , મેહુલ પટેલ તેમજ સામાજીક કાર્યકર્તા દિવ્ય ચૌધરી સહિત તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાએ ભાગ લીધો હતો.
ખેરાલુ શહેર ભાજપ યુવામોર્ચાના પ્રમુખ શુભમ પટેલ અને ખેરાલુ તાલુકા યુવામોર્ચા પ્રમુખ વિકાસ ચૌધરી દ્વારા રક્તદાન કરી કેમ્પની શરુઆત કરાય હતી ત્યારબાદ યુવામોર્ચાના ઉપપ્રમુખ મહામંત્રી તેમજ કારોબારી સભ્યોએ પણ રક્તદાન કરી આઝાદીના ઘડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની 125મી જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી અને યુવાઓએને નેતાનાજીના ગુણ પોતાના જીવનમાં ઉતારવા અને લોકસેવાના કાર્યો કરતા રહેવાની હાંકલ પણ કરી હતી…

રિપોર્ટ: રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here