ખેલમહાકુંભ યોગાસનમાં અન્ડર – 14 માં નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના 4 છાત્રોએ મેદાન મારી જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા.
કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની ખેલમહાકુંભ યોગાસન સ્પર્ધા માટે સ્વસ્તિક હાઈસ્કુલ ખોડા મૂકામે ભાગ લીધો હતો. જેમાં આર્ટીસ્ટીકમાં પ્રથમ પાંચ નંબર મેળવતા વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાએ પસંદગી થયેલ છે.જેમાં કુલ પાંચ માંથી ચાર નીલકંઠના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાં યુવી નેગી પ્રથમ સ્થાને, અનિરુદ્ધસિંહ સોલંકી દ્વિતીય સ્થાને, મયુર સોલંકી તૃતીય સ્થાને અને વ્રજરાજસિંહ વાઘેલા પાંચમાં સ્થાન પર નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરોક્ત બાળકો જિલ્લાકક્ષાએ ભાગ લેશે. છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનઆચાર્ય ડૉ.મનિષભાઈ દેત્રોજાએ તમામ બાળકો અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી દિવ્યરાજસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા