ભવ્ય બેલનાથ મહાદેવ મંદિરે થાળ પુજાનો કાર્યક્રમ જેમાં ખાસ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના વિકળિયા ગામે યોજાયેલ બેલનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યોજાયો ભવ્ય થાળ પૂજા નો કાર્યક્રમ. ગામના સરપંચ સહિત રાજકીય આગેવાનો સહિત ગ્રામજનો રહ્યા હાજર. ગઢડા તાલુકાના વિકળિયા ગામે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યોજાયો ભવ્ય બેલનાથ મહાદેવ મંદિરે થાળ પૂજા નો કાર્યક્રમ.
રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રહ્યા ખાસ હાજર સાથે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમર, હિમતભાઈ કટારીયા સહિત ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો રહ્યા હાજર. રાજ્યસભ ના સાંસદ સહિત અન્ય પધારેલા આગેવાનોનું ઢોલ વગાડી કરાયું ભવ્ય સ્વાગતતો શક્તિસિંહ ગોહિલ દ્રારા મહાદેવ ની પૂજા કરી શીશ નમાવી મહાદેવ ના મેળવ્યા આશીર્વાદ. રાજ્યસભા ના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્રારા આજે યોજાયેલ કાર્યક્રમ ને લઈ વિકળિયા ગામ લોકો નો આભાર માન્યો તેમજ શ્રાવણ મહિનોનો સોમવાર હોય મહાદેવના દર્શનનો જે લાભ મળ્યો તે વિશેષતા સાથે આનંદ વ્યક્ત કર્યો.
રિપોર્ટર : અનીસ તાજાણી, બોટાદ