બાવળા તાલુકાના ગાંગડ ગામ માં છેલ્લા કેટલાક સમય થી રખડતી ગાય અને ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ નાખ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં તાજેતરમાં ફરી આવો બનાવ બન્યો હતો. જેમાં ગોવંશ ની વેદના જોઈ જીવદયાપ્રેમીમાં અરેરાટી સાથે રોષ પણ ભડક્યો હતો. આવા તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માગણી ઉઠી છે.
ગાંગડ ગ્રામ્ય અને સીમ વિસ્તાર માં ફરતા ગૌ વંશ એક સમાન પધ્ધતિએ જ્વલનશીલ પદાર્થ વડે એટેક કરવામાં આવી રહ્યો છે. હાલ આ વિકૃત શખસોએ આચરેલા કૃત્યથી પાંચ થી સાત ગૌવંશ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આથી, ગૌસેવકો તથા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકરી પ્રમુખ. રણછોડભાઇ અલગોતર તાત્કાલિક સારવાર માટે ભરત સિહ ઝાલા , દાદન વ્હોરા, વેટનરી ડૉક્ટર યુસુફ મનસુરી અને ગાંગડ વેટરનરી ડોક્ટર ટીમ સાથે તાત્કાલિક ગાંગડ ગામે પહોંચી ગયાં હતાં. જોકે જ્વલનશીલ પદાર્થ એટેકને લઈ ગૌવંશને શરીરના આંતરિક ભાગોમાં જ એટલું મોટું નુકસાન થયું આ કારણે ગૌ સેવક અને કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે આ બાબતે વાત કરતા ગ્રામ જનો એ જણાવ્યું હતું કે, સમયાંતરે ગૌવંશ ઉપર નિર્દયી અત્યાચારો થઇ રહ્યાં છે.પરંતું પશુપાલકો આ અંગે ગંભીર નથી અને તંત્ર પણ કોઈ નક્કર પરિણામલક્ષી પગલાં ભરી રહ્યું નથી. આ પરિસ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ તો બગોદરા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કરેલ છે