વિવધ પ્રશ્નોને લઈને માલધારી સમાજના આગેવાનો આજે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેસવાના હતા. જે બાબતે ગાધીનગર કલેકટર પાસે પરવાનગી માટે લેખીતમાં અરજી કરી હતી.આજે ગાંધીનગર ૬ સેક્ટર ઉપર માલધારીઓ પોતાના હકો માટે ઉપવાસ ઉપર બેસવાના હતા તો પોલીસે પરમિશન ના આપતાં પોલીસે માલધારીઓની અટકાયત કરી હતી.
માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ જણાવ્યુ કે,પોલીસે કોરોના વધતાં પોલીસ પરમિશન ના આપી શકે તેવું કહે છે તો શું કોરોના રાજકોટમાં કોરોના નથી,ગુજરાતના મુખ્યમંત્રી હજારો લોકો ભેગા પોતાના માર્કેટિંગ માટે કરી શકે અને માલધારીઓ પોતાના હકો માટે ઉપવાસ આંદોલન ના કરી શકે.માલધારી સમાજ રોડ ઉપર ગાયો આવે અને અકસ્માતો થાય તેનો સખ્ત વિરોધ કરે છે પરંતુ ગુજરાત સરકાર વૈકલ્પિક વ્યવસ્થા આપી શક્તિ નથી અને નિર્દોષ રાહદારીઓ અકસ્માત નો ભોગ બને છે. છેલ્લા ૧ વર્ષ માં અમદાવાદ શહેરમાં નવા ૩૮ ગામોનું શહેરમાં વિલિનીકરણ કરવામાં આવતાં તો તે ૩૮ ગામો ના પશુ ક્યાં જશે ? તેવી વિવિધ માંગણીઓ દ્વારા આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી.