ગાંધીનગર ખાતે પરમ ધર્મસંસદ ૧૦૦૮નું બ્રહ્મ ભવન ખાતે સમ્મેલન યોજાયુ

0
678

ગાંધીનગરના સેક્ટર ૧૬ ખાતે આવેલ બ્રહ્મભવનમાં આજે પરમ ધર્મસંસદ ૧૦૦૮નું સમ્મેલન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગર જીલ્લાના ધર્મ સંસદ કન્હૈયાલા પંડ્યા દ્વારા આ ધર્મસંસદનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સમ્મેલનમાં ગાંધીનગર અને તેની આસપાસમાં આવેલ જીલ્લાઓના ધર્માચાર્યોએ હાજરી આપેલ હતી અને સનાતન સંસ્કૃતી વિશે ધર્મસંસદમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ હતી.

આ સમ્મેલનમાં પધારેલ મહાનુભાવોએ સેક્ટર ૫ ખાતે ગાંધીનગરના ધર્મસંસદ કન્હૈયાલાલ પંડ્યાની વ્યાસ પીઠે ચાલી રહેલી ભાગવત કથામાં ભાગલ લીધેલ હતો અને ગાંધીનગર અને તેની આજુ બાજુમાં આવેલ જિલ્લાઓના તુલાકાઓમાં ધર્મ સંસદોની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિમણૂંકો આપવામાં આવેલ હતી.

અહેવાલ :- દિપક વ્યાસ,ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here