ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખશ્રી ઋચિરભાઈ ભટ્ટ દ્વારા સોશિયલ મિડીયા સેલના કારોબારી સભ્યોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કારોબારી સભ્ય પદે શ્રી રાજન ત્રિવેદીની નિમણૂંક કરાવામાં આવી છે જે માટે તેઓ આદરણીય સી.આર.પાટીલ સાહેબ અને ઋચિરભાઈ ભટ્ટ સહિત તમામ હોદ્દેદારોના હ્રદયપૂર્વક આભારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગત તા.21 મી જાન્યુઆરી 2022ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)માં ‘ગુજરાત પ્રદેશ મંત્રી-આઇ.ટી.સેલ’માં “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ‘ગુજરાત પ્રદેશના મંત્રી – આઇ.ટી.સેલ’ તરીકે શ્રી રાજન ત્રિવેદીની પસંદગી આપવામાં આવી છે અને તેઓ અગાઉ બે વર્ષ માટે ગુજરાત બ્રહ્મસમાજ ગાંધીનગર જિલ્લા યુવા મંત્રીશ્રી (રાજયકક્ષા) તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યાં છે.
શ્રી રાજન ત્રિવેદી ગાંધીનગરના યુવા બ્રહ્મ અગ્રણી હોવા સાથે એક ઉભરતી યુવા પ્રતિભા છે, તેઓ ગાંધીનગરમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. શ્રી રાજન ત્રિવેદી હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ સંઘના ગાંધીનગર જિલ્લાના સેક્રેટરી, ઉર્મિલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, સ્મિત ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ મંત્રી, સેક્ટર-૨૬ બ્રહ્મ સમાજના કારોબારી સભ્ય અને સામાજિક સેવા તેમજ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબના કારોબારી સભ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યાં છે.