ગામનો વિકાસ એજ મારૂં સ્વપ્ન : લેડાઉ પંચાયતના નવનિયુક્ત સરપંચ
ચૂંટણીઓ બાદ પંચાયત ટીમની પ્રક્રિયા સમયાંતરે પૂર્ણ થઈ ગઈ હોઈ નવનિયુક્ત સરપંચ પાંચ વર્ષ દરમિયાન ગામમાં કેવા વિકાસના કાર્યો કરશે તેની ગ્રામલોકો હરહંમેશ અપેક્ષા રાખતા હોય છે, જોકે લેડાઉ ગ્રામપંચાયતમાં સરપંચ પદે ઉકજી ભુરજી ચૌહાણ જયારે ડેપ્યુટી સરપંચ પદે ઓખાભાઈ રતાભાઈ સહિત તમામ સભ્યોની નિયુક્તિ કરાઈ હોઈ તલાટી કમ મંત્રી તરીકે મહેશભાઈ ફરજ બજાવશે ત્યારે થરાદ તાલુકાના લેડાઉ ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ દરમિયાન કામગીરી જેવી કે રોડ- રસ્તા, જાહેર શૌચાલય, ગટર લાઈન તેમજ યુવાનો વ્યસનથી મુક્ત થાય તે માટે વ્યસ્ન છોડો અભિયાન અને ગામમાં કયાંય કચરો કે ગંદકી ન ફેલાય તે માટે ગ્રામજનોને અપીલ થકી સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત અભિયાન સાર્થક કરીશું તેમ સરપંચે જણાવ્યું હતું. જોકે સરપંચ પાંચ વર્ષ દરમિયાન વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવે તેવી લેડાઉ ગામના ગ્રામજનોએ અપેક્ષા વ્યક્ત કરી હતી, તેમજ ગામમાં વિકાસના કાર્યોથી ગામના વિકાસની સુવાસ ચારેકોર પથરાય તેવા વિકાસલક્ષી અને હિતલક્ષી કાર્ય કરીશું તેમ જણાવી ગામની સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ તમામ ગ્રામજનોનો નવનિયુક્ત સરપંચે આભાર માન્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ