ગુજરાતની પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસમાં સતત વધારો

0
482

ગાંધીનગરમાં કોરોનાની પ્રથમ લહેર પછીની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ હતી. બીજી લહેરની વાત કરીએ તો ગાંધીનગરમાં પ્રારંભિક તબક્કામાં આજ રીતે છૂટાછવાયા કેસો નોંધાયા હતા. જે પછી જાન્યુઆરીથી કોરોનાએ સ્પીડ પકડતાં ફેબ્રુઆરી અને ખાસ કરીને માર્ચ એપ્રિલમાં તો મોતનું તાંડવ શરૂ થઈ ગયું હતું. ત્યારે વર્ષ – ૨૦૨૨ ની શરૂઆતથી દરરોજ સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ રહી છે.

આમ ઉપરનો ગ્રાફ જાેઈએ તો ડિસેમ્બર મહિનામાં ૨૨ દિવસમાં માત્ર ૪૯ કુલ કોરોનાના કેસો સામે આવ્યા હતા. જેની સરખામણીએ જાન્યુઆરી ૨૦૨૨ માં માત્ર ૬ દિવસમાં જ આંકડો ૨૮૧ પર પહોંચી જવા પામ્યો છે. જાે આજ ગતિએ કોરોના નું સંક્રમણ આગળ વધતું રહેશે તો મહિનાના અંત સુધીમાં ગાંધીનગરમાં કોરોનાના કેસોનો આંકડો ૨ હજારની ઉપર આવવાની શકયતા વર્તાઈ રહી છે. એજ રીતે કોરોનાની બીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં ધીમે ધીમે કોરોનાએ ગાંધીનગરમાં પગ પેસારો કર્યો હતો. અને તેઓ ગ્રાફ દિવસે ને દિવસે આગળ વધતા માર્ચ એપ્રિલમાં કોરોના સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાની સાથે મોતનું તાંડવ શરૂ થઈ ગયું હતું. ગાંધીનગરની પરિસ્થિતિ એટલી વણસી હતી કે ખાટલા, બાટલા અને લાકડા ખૂટી પડ્યા હતા.

આમ ત્રીજી લહેર પણ એજ રીતે આગળ વધશે અને નાગરિકો કોવિડ – ૧૯ ના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રાખશે તો કોરોનાની ત્રીજી લહેર પણ આગમી દિવસોમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.રાજયના પાટનગર ગાંધીનગરમાં દિનપ્રતિદિન કોરોના ત્રણ ઘણી સ્પીડથી જિલ્લાને ભરડામાં લઈ રહ્યો છે. આખા ડિસેમ્બર મહિનામાં માત્ર ૪૯ કોરોનાના કેસોની સામે જાન્યુઆરીમાં માત્ર સાત દિવસમાં જ કોરોનાનો ગ્રાફ ઉંચો આવી ગયો છે. હાલમાં ૨૮૧ કેસ માત્ર સાત દિવસમાં સામે આવ્યા છે. તે જાેતાં આજ સ્પીડથી કોરોના સંક્રમણ આગળ વધ્યું તો મશીનના અંત સુધીમાં કોરોના આંકડો ૨ હજારથી ઉપર આંબી જવાની શકયતા વર્તાઈ રહી છે.

અહેવાલ- દિપક વ્યાસ,ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here