મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ થયા
દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે રાજ્ય સરકાર હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ ભાર મૂકી રહી છે એ જ કારણ છે કે આગામી સમયમાં કચ્છ ખાતે ઈલેક્ટ્રિક વાહનોનું પ્રોડકશન થશે, જે અંગે મહત્વ પૂર્ણ સ્ર્ંેં આજે રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઈલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટની સ્થાપના માટેના સ્ર્ંેં થયા છે. જેમાં રૂ. ૧૦,૮૦૦ કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ પ્લાન્ટ શરૂ કરશે.
જ્યારે ૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સ્ર્ંેં કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઈ.ઓ. હિમાંશુ પટેલે આ સ્ર્ંેં પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ યુ.એસ.એ બેઈઝડ કંપની છે. ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ ૬૪૫ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક ૫૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઈન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઉભી કરવાના છે.
લિથીયમ બેટરી સેલ અને ઈલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેન્જ ઈલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે. યુ.એસ.એમાં ટ્રિટોન દ્વારા ઈલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઈલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઈલેકટ્રીક વ્હીકલ અને ઈલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેઓ ગુજરાતના ભૂજમાં આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે. તે અંગેના સ્ર્ંેં તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે. રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે.