અમદાવાદ શહેરમાં સૌથી વધુ 269 કેસ મળી રાજ્યમાં કોરોનાના 573 નવા કેસ; રાજ્યમાં 2371 એક્ટિવ કેસ
રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ સતત બીજીવાર 500થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2 હજારને પાર થયા છે અને કુલ 2371 થયા છે.