ગૃહરાજ્યમંત્રી અને સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું, ૮ જાન્યુઆરી ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ કરીને તેમની વિધાનસભા વિસ્તારના પ્રતિનિધિઓ સાથેના કાર્યક્રમો તેમજ સિટીલાઈટ વિસ્તારમાં નમો જાેબ ફેરનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જે કોરોનાના કારણે મોકૂફ રખાયું છે. વિવિધ ક્ષેત્રની અંદર બેરોજગાર યુવકોને રોજગારી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા આખરે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ જાતે પોતાના ટિ્વટર હેન્ડલથી પોતાના જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમો અને આયોજનો મોકૂફ રાખવાની માહિતી આપી છે. દીક્ષિત ત્રિવેદીએ જણાવ્યું કે, સુરત શહેરમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મદિવસની દબદબાભેર ઉજવણી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણને જાેતાં તેમણે પોતે જ તમામ કાર્યક્રમ મોકૂફ રાખ્યા હોવાનો ર્નિણય કર્યો છે, અને તે અંગે અમને પણ માહિતગાર કર્યા છે. યુવકોને રોજગાર મળે તે માટે અમે નમો જાેબ ફેરનું ખૂબ જ મોટું આયોજન કર્યું હતું. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. જાેબ ફેર સહિત તેમના વોર્ડમાં સ્વાગત સમારોહ થવાના હતા. તેમ જ કેટલાક વિસ્તારોની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે તમામ કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે.