જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી મીટીંગ બાદ જીલ્લા પાણી પુરવઠા વિભાગની સૂચના બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા ઠેર ઠેર પંથકોમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવાનો દોર અકબંધ હોઈ થરાદ ખાતે કેટલાક ઈસમો સામે ફરિયાદ થયા બાદ અન્ય ઈસમો સામે કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે પાઈપલાઈનમાંથી ગેર કાયદેસર પાણી મેળવતા થરાદના સવપુરા ગામના વધુ ૧૪ ઈસમો સામે અટકાયતી પગલાં લેવા પોલીસ મથકે એજન્સી સુપરવાઇઝર દીપાભાઈ પટેલે થરાદ પોલીસ મથકે લેખિત અરજી કરી છે, જોકે બંદોબસ્ત સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી આરંભી દીધી હોઈ પાણી પુરવઠાની પાઈપલાઈનમાંથી પાણી ચોરી કરતા ઈસમોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે.
કોની- કોની સામે અટકાયતી પગલાં લેવા કરાઈ અરજી :
ગંગારામભાઈ કરમશીભાઈ ઠાકોર, રૂડાભાઈ રામદાસભાઈ ગલસર, દેવશીભાઈ કરમશીભાઈ ઠાકોર, જયંતીભાઈ રામદાસભાઈ ગલસર, રાજાભાઈ હીરાભાઈ ગલસર, અજેશીભાઈ જગતાભાઈ ગલસર, વજેશીભાઈ ધનરાજભાઈ પટેલ, હિરાભાઈ રૂપાભાઈ પટેલ, હિરાભાઈ મઘાભાઈ પટેલ, લગધીરભાઈ મઘાભાઈ પટેલ, ઓખાભાઈ જગશીભાઈ ઠાકોર, રતનશીભાઈ જગતાભાઈ પટેલ, કમાભાઈ જીવાભાઈ પટેલ, દલાભાઈ ધનાભાઈ ઠાકોર તમામ રહે- સવપુરા, તા.થરાદ
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ