ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા બેટીંગના જુગારનો કેસ શોધી કાઢતી એસ.ઓ.જી. શાખા,અમદાવાદ ગ્રામ્ય

0
711

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ,અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ હાલમાં ચાલતી આઇ.પી.એલ. ક્રિકેટ મેચ અન્વયે ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટો રમી રમાડતા ઇસમો ઉપર વોચ તપાસમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.બી.વાળા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના અ.હે.કો. મહેશભાઇ પરસોત્તમભાઇ તથા આ.પો.કો.સહદેવસિંહ રામસિંહ નાઓને સંયુકત ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ જે આધારે આરોપી સાકીરભાઇ યુસુફભાઇ રાધનપૂરી રહે. જુની બેંક ઓફ બરોડા અબદાલવાડા ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ નાને ધોળકા ખાતે આવેલ શિમલા ગેસ્ટ હાઉસની ઓફીસમા તાજેતરમાં ચાલતી આઇ.પી.એલ.ની મુંબઈ ઇન્ડીયન્સ વી/એસ કલકત્તા નાઇટ રાઈડરની ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર પોતાના મોબાઈલ ફોન દ્રારા ઓન લાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના પૈસાની હારજીતના સોદાઓ કરી ક્રિકેટ સટ્ટા બેટીંગનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય અને આવી રીતે ઉપરોક્ત ઈસમ જુગારનો અખાડો ચલાવતો હોય સદરીને પકડી પાડી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૨૦૨૦૨૨૦૧૪૫/૨૦૨૨ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ એસ.ઓ.જી. શાખાએ સંભાળી ગુન્હાના મૂળ સુધી પહોંચવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ
(૧) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/-
(૨) રોકડ રૂ.૧,૩૨,૦૦૦/-
(૩) એલ.ઈ.ડી ટીવી કિ.રૂ ૧૦,૦૦૦/-
(૪) સેટઅપ બોક્સ કિ.રૂ.૫૦૦/-
કુલ કિ.રૂ. ૧,૪૮,૫૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી ડી.બી.વાળા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.જયસ્વાલ તથા એ.એસ.આઇ. વિજયસિંહ જગતસિંહ, ભરતસિંહ ખુમાનસિંહ, મનુભાઇ વજુભાઇ તથા અ.હે.કો મહેશભાઇ પરસોત્તમભાઇ તથા આ.પો.કો. ઘનશ્યામસિંહ રામસિંહ તથા સહદેવસિહ રામસિહ નાઓ જોડાયેલ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here