વિસનગર તાલુકાના ગોઠવા ગામે યુવક અને તેની મમ્મીને માર મારતા ગુનો દાખલ
ત્રણ શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ
વિસનગર તાલુકાના ગોઠવા ગામે ખેતરમાં લીમડો પાડવા બાબતે બોલાચાલી થતા યુવક અને તેની મમ્મી ને માર મારતા યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.
વિસનગર તાલુકાના ગોઠવા ગામના કાળકામાતા વાસમાં રહેતા વિજયજી બેચરજી ઠાકોર એ કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમની ગોઠવા ગામની ભેજાવાળી સીમમાં આશરે દોઢેક વીઘા જેંટલી જમીન આવેલી છે. જે જમીન શંકરજી હાથીજી ના નામે છે. આ ખેતરમાં વિજયજી ખેતીકામ કરે છે. જે ખેતરમાં વિજયજી અને એમના મમ્મી ખેતરમાં ભેંસો માટે લીમડો લેવા ગયા હતા. તે સમયે ખેતરની નજીક રહેતા ઠાકોર રમણજી શંકરજી આવીને કહેવા લાગ્યા કે આ લીમડો અમારો છે કેમ પાડો છો ત્યારે વિજયજી દ્વારા કહેતા આ લીમડો અમારો છે જે અમે ભેંસો માટે પાડીએ છીએ તેમ કહેતા ઠાકોર રમણજી મારા મારી કરવા લાગ્યા અને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા ત્યારબાદ નજીકમાંથી ઠાકોર જીતુજી હાથમાં કોંસ લઈને આવતા તેમણે પણ બરડામાં મારી હતી ત્યારબાદ સુરેશજી બાબુજી પણ આવતા તેમને ગદડપાટુનો માર માર્યો હતો. વિજયજી મમ્મી પણ આવી જતા તેમને પણ માર માર્યો હતો. આમ ત્રણ ઈસમો દ્વારા બન્ને ને માર મારતાં ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ખેતરમાં ભેંસો માટે લીમડો પાડવા માટે થયેલી બોલાચાલીમાં યુવક અને તેની મમ્મીને ત્રણ ઈસમો દ્વારા ગડદા પાટુનો માર મારતાં યુવકે ત્રણેય ઈસમો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.