સુરતમાં ગોથાણથી હજીરા સુધીના નવા રેલવે ટ્રેકને લઇને જાહેરનામુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે હજીરા સ્થિત કંપનીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નવા ટ્રેક માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જહાંગીરપુરા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી છે. જેમાં જાન દેંગે પણ જમીન નહીંના નારા લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર સમક્ષ ૧૪ જેટલા વાંધા ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવશે. જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે તેવા તમામ ખેડૂતો તેમજ ગામલોકો પણ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમના મતે આ ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જાે જમીન લેવામાં આવશે તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. સરકારની નીતિ મુજબ લાગી રહ્યું છે કે ખેડૂતોને જમીન વિહોણા થઈ જશે.
૨૦૦ કરતા વધારે ખેડૂતોને આ જમીન સંપાદનથી મુશ્કેલી થઈ રહી છે. ગોથાણથી હજીરા સુધીનો ૩૪ કિલોમીટરનો રૂટ છે. સરકાર ખોટી રીતે જાહેરનામુ બહાર પાડીને ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે. જાન આપીશું, પરંતુ જમીન નહીં આપીશું એવા મૂડ સાથે આગળ વધી રહ્યા છે. જિલ્લા કલેક્ટરને અમારા જે વાંધા છે તે રજૂ કરવાના છે. હજીરા સ્થિત કંપનીઓ છે એ પૈકી કોઈ સરકારી કંપની નથી કે જેને આ સંપાદનથી ફાયદો થશે ત્યારે ડેપોનો જે હયાત ટ્રેક છે તેના ઉપર જ વધારેની ગાડી પણ દોડાવવામાં આવ્યા અને એ જ રૂટને એક્સ્ટેંશન આપી દેવું જાેઈએ. જેથી કરીને ખેડૂતોની જમીન સંપાદન કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં. છતાં પણ જાે સરકાર જમીન સંપાદનનો આગ્રહ રાખશે તો આગામી દિવસોમાં અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું.