ખોખ ની રમતમાં બે ટીમો બની વિજેતા
ગુજરાતભરમાં ઉજવાય રહ્યો છે ખેલ મહાકુંભ
આજરોજ ગોધાવી ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ – 2022 માં સાણંદ તાલુકા કક્ષાની અંડર-17 ગ્રુપની ખો-ખોની રમતમાં સાણંદ-બાવળા રોડ પર આવેલ IPS સ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11 ના છોકરા તથા છોકરીઓની બંને ટીમ પ્રથમ નંબરે વિજેતા જાહેર થયેલ છે સાથે શાળા સંકુલમાં વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ તથા વાલી ગણે હર્ષ ની લાગણી વ્યક્ત કરેલ છે શાળાના આચાર્ય/સંચાલક શ્રી યોગેશ રાવલે બંને ટીમના છોકરા છોકરીઓ તથા ઇન્ચાર્જ ચેતનભાઈ,અલ્પેશભાઈ અને નેહલબેન ને અભિનંદન પાઠવેલ છે તેમજ આવનાર સમયમાં બંને ટીમો જિલ્લા કક્ષાએ રમવા જવા માટેની તૈયારી કરી વિજેતા ઘોષિત થાય તેવી શુભેચ્છા પાઠવેલ છે
અહેવાલ:- ચિરાગ પટેલ સાણંદ