ગોલ્ડ એક્સચેન્જમાં સ્ટોકની જેમ સોનામાં વેપાર થશે

    0
    348

    મુંબઈ,
    ગોલ્ડ એક્સચેન્જાે દેશમાં ડાયનેમિક ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા રાખે છે. રેગ્યુલેટરે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વોટ મેનેજર સેબીના મધ્યસ્થી તરીકે રજીસ્ટર કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે. તેઓ EGR ની રચના માટે જમા કરેલ સોના માટે વૉલ્ટ સેવાઓ પ્રદાન કરશે. વૉલ્ટ મેનેજર પાસે તમામ વ્યવહારોને ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવા માટે સિસ્ટમ હોવી આવશ્યક છે. તેઓએ સોનાનું સ્થાન, સંગ્રહની સ્થિતિ, સ્થાનાંતરણ અને ઉપાડ, શુદ્ધતા, ગુણવત્તા અને સોનાના વજનને લગતા દસ્તાવેજાે રાખવા પડશે. તેઓએ આ દસ્તાવેજાેને ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી સુરક્ષિત રાખવા પડશે. વધુમાં તેઓએ નિયમનકાર દ્વારા નિર્ધારિત આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

    સેબીએ જણાવ્યું કે જે વ્યક્તિ વોલ્ટમાં સોનું જમા કરીને EGR બનાવવા માંગે છે તેણે તેના માટે રજિસ્ટર્ડ વોલ્ટ મેનેજર પાસે અરજી કરવી પડશે. વૉલ્ટ મેનેજર સોનાની ગુણવત્તા અને વજનની ખાતરી કરશે તેમજ જ્યારે સોનું જમા કરવામાં આવે ત્યારે દસ્તાવેજાેની તપાસ કરશે.માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ વોલ્ટ મેનેજર નિયમોને સૂચિત કર્યા છે. આ અંતર્ગત સ્ટોક એક્સચેન્જાેને દેશમાં ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પીળી ધાતુનો વેપાર ઇલેક્ટ્રોનિક સોનાની રસીદોના રૂપમાં થશે અને એક્સચેન્જાે સ્થાનિક સ્તરે પારદર્શક સ્પોટ પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ સ્થાપિત કરવામાં સક્ષમ હશે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here