Home GUJARAT ચાણસ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી

ચાણસ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી

0

પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તારીખ : 17/4/2022ને રવિવારના રોજ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર એકતા સંગઠનના ચાણસ્મા ખજાનચી ચેતન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના 33 જિલ્લા અને 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. જિલ્લાના અને તાલુકાના પત્રકારો સંગઠન સાથે જોડાઇને મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારનો અવા જ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.

ચાણસ્મા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ શ્રી અમૃતલાલ ઇશ્વરદાસ પટેલ દ્વારા ચાણસ્મા તાલુકાના પત્રકાર એકતા સંગઠન ચાણસ્માના વિવિધ હોદ્દાની વરણી કરવામાં આવી હતી. પત્રકાર એકતા સંગઠન ચાણસ્મા તાલુકા પ્રમુખશ્રીની ઉપસ્થિતમાં પ્રદેશ હોદેદારો અને જીલ્લા તથા તાલુકાના હોદેદારોનું શાલ ઓઢાડીને અને ફુલહારથી તેમજ પત્રકાર એકતા સંગઠનનો મેડલ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાણસ્મા તાલુકા પ્રમુખશ્રી દ્વારા હોદાઓની વરણી કરવામાં આવી હતી.

જેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી હસમુખભાઈ ઠક્કર, શ્રી મિતેશભાઇ વ્યાસ, મહામંત્રી તરીકે શ્રી અંકિતકુમાર ઠક્કર, શ્રી પંકજભાઈ જોષી, મંત્રી તરીકે શ્રી પીન્કેશભાઈ રાવલ, શ્રી કિર્તીભાઈ પટેલ, સહમંત્રી તરીકે શ્રી મનીષભાઇ નાઇ, શ્રી નીખીલ જોષી, ખજાનચી તથા આઇટી સેલ શ્રી ચેતનભાઈ શાહ ઉપરોક્ત તમામને હોદ્દાની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઝોન સહપ્રભારી તરીકે કમલેશભાઈ પટેલ, કોડિનેટર તરીકે રાજુભાઈ પટેલ, કોડિનેટર પરેશભાઈ ઝાલા તથા પાટણ જિલ્લા ઉપપ્રમુખ નરેશભાઇ પરમાર તથા મંત્રી કિરણભાઈ પટેલ તથા દત્તેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ સંગઠન વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ સમયમાં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે પ્રમુખશ્રી અમૃતભાઇ તરફથી તમામ પત્રકાર મિત્રોને જમણવાર કરવામાં આવ્યો હતો.

હોટલના માલિક મુકેશભાઈ પટેલ તરફથી સભા સભાખંડનો સહયોગ આપવામાં આવ્યો હતો. ચાણસ્મા પત્રકાર એકતા સંગઠનમાં જે પત્રકાર મિત્રો જોડાયા છે તેમને ચાણસ્મા પત્રકાર એકતા સંગઠનના ઉપપ્રમુખ હસમુખભાઈ ઠકકર તરફથી વીમા કવચ આપવામાં આવું છે ચાણસ્મા તાલુકાના પત્રકારોએ તેમનો ખુબ ખુબ આ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version