ચીનમાં કોરોનાના પરીક્ષણ માટે ડોકટરો અને સેનાની મદદ લેવી પડી

૨ હજારથી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા

0
566
Corona In Shanghai City - China

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ) એ રવિવારે સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા ૨,૦૦૦ થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે. જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજાે અનુસાર સંખ્યા ૧૦,૦૦૦ થી વધુ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનાના ૪૩૮ નવા કેસની પુષ્ટિ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ૭,૭૮૮ કેસોમાં કોરોનાના કોઈ લક્ષણો જાેવા મળ્યા નથી. ઉત્તર પૂર્વી પ્રાંત જિલિનમાં કોરોના વાયરસના કુલ ૪,૪૫૫ નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે નોંધાયેલા કેસો કરતા વધુ છે. જાે કે આ સંખ્યા ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે, પરંતુ ૨૦૧૯ના અંતમાં વુહાનમાં જાેવા મળેલા કેસો પછી દૈનિક કેસ ચીનમાં સૌથી વધુ છે. ૨૬ મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જાે કે પૂર્વીય પુડોંગ ક્ષેત્રના રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ પુડોંગ પ્રદેશ શુક્રવારથી ચાર દિવસ માટે લોકડાઉન હેઠળ છે. પુડોંગમાં લાખો લોકો હાલ ઘરમાં કેદ છે.

રહેવાસીઓને દરરોજ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વુહાનમાં ૭૬ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી.તમને જણાવી દઈએ કે, શાંઘાઈમાં હાલ ઘણા લોકો લોકડાઉન અંગેની ફરિયાદ કરી રહ્યા છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય સન ચુનલાને વિનંતી કરી છે કે શાંઘાઈમાં કોવિડના કેસોને શક્ય તેટલી વહેલી તકે નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવે. ચીનમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, ૨૦ માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં ૪,૬૩૮ લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here