વિમાનમાં ૧૩૫ મુસાફરો સવાર હતા
ચીનમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં ૧૩૩ લોકો સવાર હતા. આ ઘટના દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બની હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. ચીનના સરકારી ટીવી સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે બોઇંગ ૭૩૭ પ્લેન ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ શહેરની નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ગુઆંગસી ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઇના ઇસ્ટન એરલાઇન્સનું ૧૩૩ લોકોને લઇ જતું બોઇંગ ૭૩૭ પેસેન્જર પ્લેન વુઝોઉ, ટેંગ કાઉન્ટી, ગુઆંગસીમાં ક્રેશ થતા પહાડોમાં આગ લાગી હતી. મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી નથી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝાડમાંથી સફેદ ધુમાડો નીકળતો જાેવા મળી રહ્યો છે. આવા જ બીજા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આખો વિસ્તાર આગની લપેટમાં જાેવા મળે છે. ટિ્વટર પર શેર કરાયેલી તસવીરોમાં સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તારમાં વિમાનના મોટા ટુકડા મળ્યા છે.ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે વિમાન થોડી જ મિનિટોમાં હજારો ફૂટથી જમીન પર ક્રેશ થયું હતું