ચોટીલાના ખાંડી પ્લોટ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘુસતાં અફડાતફડી મચી જવા પામી હતી. ચોટીલા શહેરના ભરચક વિસ્તારમાં કપડાની દુકાનમા આખલો ઘુસતા વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે ચોટ્યાં હતા. ચોટીલા શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર મુખ્ય બજારમાં રખડતા ઢોર અને આખલાના આતંકના લીધે ક્યારેક નિર્દોષ લોકો અડફેટે આવતા ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.
ચોટીલા શહેરમાં થોડા દિવસ અગાઉ બે આખલાએ આતંક મચાવી મરચુ દળવાની દુકાનમાં ઘૂસી જતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પડઘા હજી શમ્યા નહોંતા ત્યાં ચોટીલામાં ફરી આખલાએ ભરબજારે આતંક મચાવતા દોડધામ મચી જવા પામી હતી. ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘુસતા અફડાતફડી મચી જવા પામી હતી. ચોટીલા શહેરના ભરચક વિસ્તારમા કપડાની દુકાનમા આખલો ઘુસતા વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે ચોટ્યાં હતા. આ ગોઝારી ઘટનામાં ગ્રાહકો સહિત વેપારીઓમાં નાસભાગના દ્રશ્યો સી.સી.ટી.વી. ફૂટેજમાં કેદ થયા હતા.
ચોટીલામાં અવારનવાર શહેરમાં આખલાના આતંકથી વેપારીઓ અને લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આખલા ગમે ત્યારે લોકોના અકસ્માત સર્જે તેવો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે ચોટીલા શહેર રખડતા ઢોરોની સમસ્યાથી ઘેરાયું છે. જાે કે ચોટીલા નગરપાલિકાની કામગીરી ઉપર લોકોએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા શહેરમાં રખડતાં ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ચોટીલા શહેરજનોએ માંગ ઉઠાવી છે.