ચોટીલા જૂની ધર્મ શાળા ખાતે પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ…

જિલ્લા ના હોદેદારો ઉપસ્થિત માં ચોટીલા પત્રકારો ની સંગઠન ની સર્વાનુમતે નિમણૂક આપવામાં આવી....

0
401
patrkar-ekta-sangthan-

પત્રકાર એકતા સંગઠન ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પ્રતીકસિહ રાણા તેમજ જીલ્લા નાં હોદેદારો ની ખાસ હાજરી…

રંજીતભાઈ ધાધલ ની સર્વાનુમતે ચોટીલા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી….

તા 27/3/2022 ને બુધવાર ચોટીલા જૂની ધર્મ શાળા ખાતે 5/30 કલાકે પત્રકાર એકતા સંગઠન ની ચોટીલા તાલુકા નાં સંગઠન ની રચના માટે મિટિંગ યોજાઈ હતી.જેમાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રતીકસિહ રાણા નાં અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગ માં ,સુરેન્દ્રનગર જિલ્લા નાં હોદેદારો રાજેશભાઈ પટેલ, વિરેનભાઈ ડાંગરેચા, ,અશોકભાઈ રામી, , દિપકસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ( ધમભા) ભરતસિંહ પરમાર .ચિરાગ સોલંકી જગદીશસિંહ પરમાર હિતેશભાઈ શાહ, નાજીમભાઈ ધૂંઢા.કિરીટભાઈ ખવડ માહિપતભાઈ મેટાલિયા ફૈઝલ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહી

ચોટીલા મૂળી થાન નાં પત્રકારો ની મિટિંગ માં સર્વાનુમતે સંગઠન ની રચના કરતાં પહેલાં સ્થાનિક પત્રકારો દ્વારા જિલ્લા ના આગેવાનોનું ફૂલહાર થી સ્વાગત બાદ શાબ્દિક સ્વાગત તેમજ પત્રકાર એકતા સંગઠન ની રૂપરેખા રજૂ કરતાં અશોક રામી એ જણાવ્યું હતુંકે, મિટિંગમાં સર્વાનુમતે કારોબારી રચના કરતું એક માત્ર સંગઠન છે ત્યારે .માર્ચ એન્ડ માં ગુજરાતના ૩૩ જિલ્લા અને તમામ ૨૫૨ તાલુકા કારોબારી સાથે સંગઠન પૂર્ણ થયે મહા અધિવેશન નું આયોજન છે જયારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રતીકસિહ રાણા દ્વારા જણાવાયું હતું કે સંગઠન જોડાઈ ને , નાના મોટા મતભેદો ભૂલી પત્રકારો એક થાય તે હેતુથી,પત્રકારો નો અવાજ બુલંદ કરવા સંગઠિત થઈ રહ્યા છીએ..

આ મિટિંગ માં જીલ્લા નાં હોદેદારો એ માર્ગદર્શન આપ્યું હતું ને ચોટીલા મૂળી થાન સંગઠન ની રચના સર્વાનુમતે હાથ ધરતા ચોટીલા મૂળી થાન નાં પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ તરીકે રંજીતભાઈ ધાધલ સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા..ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી સહ મંત્રી .ખજાનચી કે આઇ ટી સેલ માં જિલ્લા કક્ષાની નિમણૂકો સર્વાનુમતે આપવામાં આવી હતી..પત્રકારો ના પરિચય બાદ પત્રકારો ની સંગઠન નિમણૂક કરતાં આ મિટિંગમાં ઉપ પ્રમુખ તરીકે ભરતભાઇ દવે. મુકેશભાઈ ખખર.પ્રવિનભાઈ ઘણીદારીયા ની નિયુક્તિ તેમજ મહામંત્રી પદે લઘુભાઈ ધાંધલ,કેતનભાઈ પરમાર.જયદેવભાઈ ગોસ્વામી તેમજ મંત્રી તરીકે પુનિતભાઈ ઠાકર ભરતભાઇ પારેખ.સમીરભાઈ ચંદારાણા ,તેમજ સહમંત્રી તરીકે દિગુભા રાઠોડ,વિક્રમસિંહ જાડેજા,આકાશભાઈ મકવાણા,તેમજ ખજાનચી તરીકે મોહશીનખાન પઠાણ,આઇ.ટી. સેલ માં દિનેશભાઇ પોષીય ની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી..સંગઠન નિમણૂક કરતાં
સર્વાનુમતે નિયુક્ત થયેલા હોદ્દેદારો ને શુભેચ્છાઓ જીલ્લા પ્રમુખ ને જીલ્લા નાં હોદેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવી અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ ચોટીલા.મુળી. થાન ની કારોબારી નવનિયુક્ત હોદ્દેદારો વતી પ્રમુખ શ્રી રણજીતભાઈ ધાંધલ.ને મુકેશભાઈ ખખર એ સૌ પત્રકાર ભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો ને જિલ્લા ના ને તાલુકાના તમામ પત્રકારો મિટિંગ મુરી થાય પછી સહમૂભોજન કરી છુટા પડીયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here