જયકાંત શિકરે… પ્રકાશ રાજના જન્મદિને ચાહકોએ યાદ કર્યા

0
953
prakash raj

પ્રકાશ રાજનો જન્મ ૨૬ માર્ચ ૧૯૬૫ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, જેમને તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જાેડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ ્શો થી કરી હતી. જાેકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી નાટક પણ કરતા હતા. થિયેટરમાં કામ કરવા માટે તેને મહિને ૩૦૦ રૂપિયા મળતા હતા. ત્યારબાદ તેણે ૧૯૯૪માં ફિલ્મ ‘ડ્ઢેીં’થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યુર્ં તમિલ અને તેલુગુ સિનેમા સિવાય પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ પોતાની જગ્યા બનાવી છે.

તેમને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ વિલનમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડમાં તેણે ‘વોન્ટેડ, સિંઘમ’, ‘દબંગ-૨’, ‘મુંબઈ મિરર’, ‘પોલીસગીરી’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મો કરી છે. પોતાના નેગેટિવ રોલથી તેણે દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. પ્રકાશ રાજ માત્ર તેમના કામને લઈને જ નહીં પરંતુ તેમની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. પ્રકાશ રાજે ૧૯૯૪માં સાઉથ એક્ટ્રેસ લલિત કુમારી સાથે લગ્ન કર્યા હતા. જાેકે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

બંનેને બે દીકરીઓ અને એક દીકરો હતો પરંતુ તેમનું અવસાન થયું છે. પ્રકાશે અનેક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રના મૃત્યુ અંગે વાત કરતા જાેવા મળે છે.સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જબરદસ્ત એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરનાર એક્ટર પ્રકાશ રાજ આજે પોતાનો ૫૭મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તેણે પડદા પર અભિનયનું નવું પરિમાણ ઊભું કર્યું છે. આજે લોકો તેને ઘર-ઘર વિલન તરીકે ઓળખે છે. તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ છાપ છોડી છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રકાશ રાજ માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દમદાર અને બેબાક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રકાશ રાજના જન્મદિવસ પર જાણો તેમના જીવન સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here