જાંદલા પુલ પાસેથી યુવકની લાશ મળી આવતાં ચકચાર

0
534

થરાદ : જાંદલા પુલ પાસેથી યુવકની લાશ મળી આવતાં ચકચાર

થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ દિનપ્રતિદિન મોતની કેનાલ સાબિત થઈ રહી છે, જોકે દિનપ્રતિદિન કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલવાની ઘટના અવારનવાર બનતી હોઈ કાળનો કોળિયો બનતી કેનાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હોવાથી આજરોજ કેનાલમાં ઝંપલાવવાની ઘટના સામે આવી છે, ત્યારે મુખ્ય નર્મદા કેનાલમાં જાંદલાના પુલ પાસેથી એક યુવકની લાશ બહાર કઢાઈ હતી. મૃતક યુવકે કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી હોવાની થરાદ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરાતા તરવૈયા સુલતાન મીર સહિત સમગ્ર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરતા યુવકની લાશ મળી આવી હતી, યુવકની ઓળખવિધી કરતા મૃતક યુવક પારસભાઈ મેરૂજી ઠાકોર ઉંમર વર્ષ આશરે ૧૮, રહેણાંક-ડેલ, તાલુકો થરાદવાળો પરણિત હોવાનું જાણવા મળતા પરિવારજનો પર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here