જામનગરમાં લૂંટ,ધાડ અને મારામારીના ગુનાનો કુખ્યાત દિવલા ડોનની ધરપકડ

0
849

જામનગર શાંતિ નગર વિસ્તાર શેરી નંબર -૬ માં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન સામે લૂટ- મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે, અને આજથી ચારેક મહિના પહેલાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં એક સ્કુટર ચાલક અને આંતરી લૂંટ ચલાવીને ભાગી છૂટયા પછી પોલીસે તેની સામે ગુનો નોંધી ફરાર જાહેર કર્યો હતો. જે નાસતાં ફરતા આરોપી ને સીટી બી ડિવિઝન પોલીસ શોધી રહી હતી, તે દરમિયાન ગઈકાલે કુખ્યાત શખ્સ દિવલો જામનગરમાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે તેને પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન શહેરમાં અનેક ગુનાઓ આચર્યા હોવાનું અને તેની સામે તડીપાર તેમ જ પાસા સહિતના શસ્ત્રો ઉગામીલીધા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં પણ તે અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે પોલીસના હાથે પકડાયો છે. જેની સામે આશરે ૩૨થી વધુ ગુના દાખલ થઈ ચૂકયા છે. જેમાં કેટલાક ગુનામાં તે વોન્ટેડ પણ હતો.જામનગર શહેરમાં ૩૨ થી વધુ લૂંટ-ધાડ- મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા તેમજ કેટલાક સમયથી નાસતા ફરતા રહેલા કુખ્યાત દિવલા ડોનને સીટી-સી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here