ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશકે સુચના આપી છે. જેના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જામનગર જિલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવતા એસઓજી પોલીસ સક્રિય થઈ હતી.જ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સુચના એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ખાનગી બાતમી મળી હતી કે અશફાક ઉર્ફે બાહુમામા હુશેનભાઇ માડકીયા પોતાની જીજે ૧ એવી ૧૮૩૧ નંબરની સીએનજી રિક્ષા લઇને ગાંજાના જથ્થા સાથે ગુલાબનગરથી પસાર થવાનો છે. જેના આધારે સમગ્ર સ્ટાફે રેઇડ કરી હતી. જેમાં આ શખ્સની રિક્ષાની તલાશી લેતાં રિક્ષામાંથી રૂપિયા ૧ લાખ ૨૦ હજારની કિંમતનો ૧૨ કિલો ગાંજાે તથા રૂપિયા ૨૦ હજારનો અન્ય મુદામાલ મળી રૂ. ૧ લાખ ૪૦ હજાર ૮૦૦નો મુદ્દામાલ પકડાયો હતો.
આ શખ્સ સામે એસઓજી પોલીસે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં એક સીએનજી રિક્ષાને આંતરી લઈ એસઓજી પોલીસે બાર કિલો ગાંજાે પકડી પાડ્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી ૧૨ કિલો ગાંજાે કબ્જે કરી નશીલા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા ૧ લાખ ૨૦ હજારની કિંમતનો ૧૨ કિલો ગાંજાે તથા રૂપિયા ૨૦ હજારનો અન્ય મુદામાલ મળી રૂ. ૧ લાખ ૪૦ હજાર ૮૦૦નો મુદ્દામાલ પકડાયો હતો