જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલની પ્રેરણા અને માર્ગદર્શન થી મહેસાણાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી

૨જી માર્ચ ૨૦૨૨ના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલનું બહુમાન કરાશે

0
476

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેમજ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્રારા મહેસાણાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી

મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી મહેસાણા જિલ્લાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(NCPCR) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો(NCB) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી છે.જે અંતર્ગત આગામી ૨જી માર્ચ ૨૦૨૨ને બુઘવારનારોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીનું બહુમાન કરવામાં આવનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ જિલ્લામાંથી મહેસાણા જિલ્લાની પસંદગી થતાં મહેસાણા જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ જિલ્લાની કામગીરી તરીકેનું બહુમાન મળ્યું છે.
ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય,નવી દિલ્હી દ્રારા સમગ્ર ભારતમાં ૨૭૨ જિલ્લામાં “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ થી કરવામાં આવેલ હતી.જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્રારા”ડ્ર્ગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોનો બચાવ” અંર્તગત જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાન બનાવવામાં આવેલ હતો

રાષ્ટ્ર કક્ષાએ બનાવેલ એકશન પ્લાન અંતર્ગત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્રારા બાળકો સાથે કામ કરતાં વિભાગો સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમો,વ્યસન મુક્તિ રથ શાળાઓ,કોલેજોમાં નશા મુક્ત અંર્તગત ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા,વક્તૃતૃત્વ સ્પર્ધા,પેઇન્ટીગ,વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત મહેસાણા જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓ,ઓબ્ઝર્વેશન હોમ,મધ્યસ્થ જેલ વગેરે જગ્યાએ સેમીનાર કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં પસંદ કરાયેલ વોલેન્ટીયર,સ્ટેક હોલ્ડર,ચાઇલ્ડ લાઇન, ગામનાં આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળીને તાલીમ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શનથી કરેલ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(NCPCR) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો(NCB) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨જી માર્ચ ૨૦૨૨ના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીનું બહુમાન કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાના આ બહુમાન મળતાં જિલ્લા કલેકટરે ટીમ મહેસાણાને અભિનંદન પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here