કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેને ધ્યાન રાખીને જીટીયુની પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ
૨૦ જાન્યુઆરીથી જીટીયુની સેમેસ્ટર -૩ની ઓફલાઇન પરીક્ષા શરૂ થવાની છે. અત્યારે પ્રતિદિન ૬૦૦૦ કરતા વધુ કેસ આવી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવે છે. ત્યારે ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી શક્યતા રહેલી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન યોજવા માંગણી કરી રહ્યા છે. કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, અત્યારે પણ અમે પરીક્ષા લઈ રહ્યા છીએ અને ૨૦ જાન્યુઆરીથી પણ ઓફલાઇન પરીક્ષા જ યોજવાના છે. સરકાર તરફથી ઓનલાઇન પરીક્ષા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, સરકાર ઓનલાઇન પરીક્ષા માટે જાણ કરશે તો અમે ઓનલાઇન પરીક્ષા યોજીશું. ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી. તો આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થશે.GTU સરકાર પર ર્નિણય કરવાનું ઢોળે છે અને સરકાર GTU પર ર્નિણય કરવાનું ઢોળે છે. જાે GTU સરકાર પર જ આધારિત હોય તો કુલપતિની જરૂર જ શું છે? આ અંગે NSUI ના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ઓનલાઇન લેવી જાેઈએ, છતાં GTU ઓફલાઇન પરીક્ષા લે અને તે દરમિયાન વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી GTU ના કુલપતિની જ રહેશે. NSUI આ મામલે GTU નો ઘેરાવો કરીને ઉગ્ર વિરોધ કરશે.કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં ૧ થી ૯ ધોરણની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી છે અને અન્ય સ્કૂલ તથા કોલેજાેને પણ ઓનલાઇન કે ઓફલાઇન ચાલુ રાખવા જેવી ર્નિણય લેવા જણાવ્યું છે. ત્યારે GTU ની ૨૦ જાન્યુઆરીથી શરૂ થનાર પરીક્ષા ઓફલાઇન જ લેવાશે, જેની સામે વિદ્યાર્થીઓનો વિરોધ છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, સરકાર GTU પર છોડે છે અને GTU સરકાર પર,બંને વચ્ચે વિદ્યાર્થીઓ પીસાય છે.