જુનાગઢમાં ભારે વરસાદ પડતાં નરસિંહ મહેતા સરોવર અને હસનાપુરડેમ ઓવરફ્લો

0
262

નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં.

હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.

  • જૂનાગઢ શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો
  • ધોધમાર વરસાદ વરસતાં ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારો સર્જાયો
  • જૂનાગઢ જિલ્લામાં આજે સવારે 6થી 12 વાગ્યા દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ગિરનારનાં પગથિયાં પરથી વહેતાં પાણીનાં દૃશ્યો સર્જાયાં હતાં
  • નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાં
    જૂનાગઢ શહેરમાં આજે સવારે 6થી 12 દરમિયાન 4 ઈંચ વરસાદ ખાબકતાં નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું હતું, જેને કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ઝાંસીની રાણીના પૂતળા પાસે, સરદાર બાગ નજીક, આનંદ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી હતી.
  • હસનાપુર ડેમ પણ રેલાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
    જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસમાં આવેલા ગલિયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
  • ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં પૂર

  • ભારે વરસાદને કારણે જૂનાગઢની કાળવા, લોલ, સોનરખ અને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર વરસેલા વરસાદને કારણે ભવનાથ અને દોલતપરા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here