જૂનાગઢમાં જાેશીપરામાં આવેલ હરિકૃષ્ણ નગરમાં રહેતા અને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો જયદીપ પરબતભાઇ બંધીયા ઉ.વ.૨૪ મધુરમ બાયપાસ પર ફરજ હતી. જે પુરી કર્યા બાદ બાઈક લઈ તેના ઘર તરફ જઇ રહ્યા હતા. એ સમયે ચોબારી ફાટક નજીક ટ્રાફિક જામ જાેવા મળતા તેને પોતાનું બાઈક આગળ લઈ જઈ ટ્રાફિક કલીયર કરાવી રહેલ ત્યારે એક કાર નં.જીજે-૧૪-એ.કે.-૫૭૨૩ ના ચાલકએ જવાન જયદીપના પગ પર કાર ચડાવી દીધી હતી. જેથી જયદીપે ઠપકો આપતા કારચાલકે અપશબ્દો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતા. બાદમાં કારમાંથી લાકડાનો ધોકો કાઢી તેના વડે માર મારવાની સાથે જવાનના બાઇકમાં પણ નુકસાન પહોચાડ્યું હતુ. બાદમાં ટ્રાફિક જવાનને જતા જતા જાેઈ લેવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે બ્રિગેડના જવાન જયદીપએ ફરીયાદ કરતા સી ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે ચોબારી ફાટક જ્યારે બંધ થાય ત્યારે ત્યાં ટ્રાફિક જામ થઈ જ જાય છે. જે નિવારવા માટે થોડા સમય પહેલા ડિવાઇડર પણ મુકવામાં આવેલ હતા. તેમ છતાં બંન્ને બાજુથી સામ સામે વાહનો આવી જતા હોવાથી ટ્રાફિક નિયમન માટે આ સ્થળે ટ્રાફિક પોલીસ રાખવાની લોક માંગ પણ થઈ રહી છે.જૂનાગઢમાં બાયપાસ રોડ ઉપર ચોબારી ફાટક ખાતે બપોરે ટ્રાફિક બ્રિગેડનો જવાન જામ થયેલ ટ્રાફિક ક્લિયર કરાવી રહેલ એ સમયે એક કારના ચાલકે જવાનના પગ પર કાર ચડાવી દઈ લાકડાના ધોકા વડે હુમલો કરી બાઇકમાં ૨૦ હજારનું નુકસાન પહોચાડ્યું હતુ. આ અંગે જવાને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.