જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સનો ભાવ ૧૦૦૦ થી ૧૭૦૦ બોલાયો

0
1251
Saffron mango income started

હાલ જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાંથી કેસર કેરી આવી રહી છે. હજુ સિઝનની શરૂઆત હોય દૈનિક ૩૦ થી ૪૦ બોક્ષ આવી રહ્યા છે. હરરાજીમાં આ ૧૦ કિલોના બોક્ષનો ભાવ રૂપિયા ૧,૦૦૦થી લઇને ૧,૭૦૦ સુધીનો બોલાયો છે. હજુ સિઝનની શરૂઆત છે. ફૂલ સિઝન જામી નથી. ફૂલ સિઝનને હજુ ૧ મહિનો લાગી શકે છે. આ વખતે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે આગોતરો માલ બગડી ગયો છે. પાછોતરો માલ સારો આવવાની સંભાવના છે. હજુ ડુંગરપુરમાંથી કેસર કેરી આવી રહી છે. બાદમાં સાસણ, તાલાલા, મેંદરડા,ઉના સહિતના વિસ્તારોમાંથી કેસર કેરીની આવક થશે. બાદમાં જૂનાગઢના ધંધુસરની અને છેલ્લે વંથલીની કેસર કેરી પણ બજારમાં આવશે. આ ઉપરાંત સાવ છેલ્લે કચ્છની કેસર કેરીની પણ આવક થતી હોય છે.

હાલ ઓછી આવકના કારણે ભાવ ઉંચા છે. જાેકે, ઓછા ઉત્પાદનના કારણે દર વર્ષ કરતા ભાવ થોડા ઉંચા રહેવાની સંભાવના છે.જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં આવક સાવ ઓછી રહી છે. અંદાજે એકાદ મહિના બાદ ફૂલ સિઝન શરૂ થતા આવક વધશે. હાલ ૧૦ કિલો બોક્ષનો ભાવ રૂપિયા ૧,૦૦૦થી લઇને ૧,૭૦૦ સુધીનો બોલાયો છે. આ અંગે યાર્ડના કેસર કેરીના વેપારી અદ્રેમાનભાઇ પંજાએ જણાવ્યું હતું કે, માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here